આ મહિલાના શરીરમાં એવું તો શું અલગ છેકે, તે કહેવાય છે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી? જુઓ તસવીરો
સૌંદર્યની શોધમાં વિજ્ઞાન પણ પાછળ નહોતું અને એક માપદંડ નક્કી કરીને એ જણાવ્યું કે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી કોણ છે. આ મુજબ, વર્ષ 2024 માં વિશ્વની સૌથી સુંદર મહિલા માનવામાં આવી હતી તે બ્રિટિશ અભિનેત્રી જોડી કોમર છે.
વિશ્વની સૌથી સુંદર મહિલા શોધવા માટે વિજ્ઞાને 'ગોલ્ડન રેશિયો'નો ઉપયોગ કર્યો. આ માટે, ગ્રીક ગણિતશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરાયેલ સુંદરતાના માપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ગોલ્ડન રેશિયો ઉપયોગ ચહેરાના વિવિધ ભાગો, જેમ કે આંખો, નાક, હોઠ અને ચહેરાની સમપ્રમાણતાને માપવા માટે થાય છે. આ મુજબ, ચહેરાની રચના આ ગુણોત્તરની જેટલી નજીક છે, તે વધુ સુંદર માનવામાં આવે છે.
જ્યારે ગોલ્ડન રેશિયોની મદદથી વિશ્વની સૌથી સુંદર મહિલાની શોધ કરવામાં આવી ત્યારે આ યાદીમાં બ્રિટિશ અભિનેત્રી જોડી કોમરનું નામ ટોચ પર આવ્યું હતું. તેના ચહેરાનો સ્કોર ગોલ્ડન રેશિયોમાં 94.52% છે. એટલે કે તેનો ચહેરો ગોલ્ડન રેશિયો પ્રમાણે આદર્શ છે.
વિજ્ઞાન દ્વારા ગોલ્ડન રેશિયો દ્વારા પસંદ કરવામાં આવેલી વિશ્વની ટોચની 10 મહિલાઓમાં ભારતમાંથી માત્ર એક જ નામ છે અને તે પણ દીપિકા પાદુકોણનું છે.